બ્રિટન માટે ‘રેન્ડમ કન્ટ્રી’ શબ્દ વાપરનાર વાન્સ સામે વ્યાપક વિરોધ

બ્રિટન માટે ‘રેન્ડમ કન્ટ્રી’ શબ્દ વાપરનાર વાન્સ સામે વ્યાપક વિરોધ

બ્રિટન માટે ‘રેન્ડમ કન્ટ્રી’ શબ્દ વાપરનાર વાન્સ સામે વ્યાપક વિરોધ

Blog Article

યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે યુક્રેનમાં સંભવિત શાંતિ રક્ષા દળ વિશેની તેમની ટિપ્પણીઓથી વિવાદ ઉભો કર્યો છે. યુકેના વિપક્ષી રાજકારણીઓએ જેડી વાન્સ પર બ્રિટિશ દળોનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો.

વાન્સે કહ્યું હતું કે ‘’યુક્રેનના અર્થતંત્રમાં યુએસનો હિસ્સો ૩૦ કે ૪૦ વર્ષમાં યુદ્ધ ન લડનારા કોઈ રેન્ડમ દેશના ૨૦,૦૦૦ સૈનિકો કરતાં વધુ સારી સુરક્ષા ગેરંટી જેવો છે.’’

યુકે અને ફ્રાન્સે કહ્યું છે કે તેઓ શાંતિ કરારના ભાગ રૂપે યુક્રેનમાં સૈનિકો મૂકવા તૈયાર રહેશે. જોકે વાન્સે કહ્યું હતું કે તેમણે “યુકે કે ફ્રાન્સનો ઉલ્લેખ પણ નથી કર્યો અને બંને દેશો છેલ્લા ૨૦ વર્ષોમાં અને તે પછી પણ અમેરિકા સાથે બહાદુરીથી લડ્યા છે.”

અત્યાર સુધી ફક્ત યુકે અને ફ્રાન્સે યુક્રેનમાં કોઈપણ સંભવિત શાંતિ કરારને બહાલ કરવા માટે જાહેરમાં સૈનિકો મોકલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જોકે વડા પ્રધાન સર કીર સ્ટાર્મરે અગાઉ કહ્યું હતું કે “ઘણા દેશો” સંમત થયા છે.

ગત અઠવાડિયે ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે થયેલા વિસ્ફોટક ઝઘડા બાદ, અમેરિકાએ યુક્રેનને લશ્કરી સહાય રોકી દીધા બાદ વાન્સની ટિપ્પણી આવી હતી.

 

Report this page